બધી વસ્તુઓમાં ભૂલો કાઢવાનું બંધ કર,
નાની વાતોમાં મોઢું ચડાવવાનું બંધ કર!શું થયું, કેમ થશે ને ક્યારે થશે?
આ વાતોમાં સમય બરબાદ કરવાનું બંધ કર!મોતને આવવું હશે તો આવશે,
શરીરના દુ:ખાવાને ગાયા કરવાનું બંધ કર!મળ્યું છે એને દિલથી માણી લે,
શું નથી એનું રડવાનું બંધ કર!હાથની રેખાઓ મહેનતથી ચમકશે,
આખો દિવસ નસીબને કોસવાનું બંધ કર!
બંધ કર – Audio Version
તુ પ્રેમ આપી તો જો,
નિભાવો કેમ એ હું તને શીખવાડી દઉં…મારા રસ્તા પર ચાલી તો જો,
રાહ કેમ જોવી એ તને શીખવાડી દઉં…કોઈ વાર રિસાઈ તો જો,
મનાવવુંકેમ એ હું તને શીખવાડી દઉં…આખોમાં મારી સમાઈ તો જો,
સપના જોવા કેમ એ તને શીખવાડી દઉં…મારી લાગણીઓને મહેસુસ કરી તો જો,
એને સમજવી કેમ એ તને શીખવાડી દઉં…હાથમાં હાથ આપીને તો જો,
જીવનભર સાથે કેમ રહેવું એ પણ તને શીખવાડી દઉં.
શીખવાડી દઉં – Audio Version
તારા મનમાં શું ચાલે છે,
એ સમજવું મારા માટે સરળ નથી…દુઃખ થાય જ્યારે પોતાનાથી જ,
મનને મનાવવું સરળ નથી…ના ગમતું થતું જોઈને હવે,
ચૂપ રહેવું સરળ નથી…કોઈ કંઈ કારણ વગર જ બોલી જાય,
તો સાંભળવું સરળ નથી…ગાંઠો પડી જાય જો સંબંધોમાં,
એને ખોલવી સરળ નથી…પ્રેમ ભલે ને કેટલું કરું તને,
કેમ સાબિત કરવો સરળ નથી?
સરળ નથી – Audio Version
તારી સાથે અલગ નો સંબંધ છે મારે,
દરેક પ્રશ્નનો જવાબ છે માત્ર પાસે..ભીડમાં કે એકાંતમાં,
હોય છે તું હંમેશા મારી સાથે..ઘેરે છે કાળા વાદળો જ્યારે,
પડછાયો બનીને હોય છે તું મારી કાજે..આંખો થઈ જાય જો ભીની ક્યારેક,
લુછે છે પ્રેમથી તું એને તારા જ હાથે..જોઈ શકું છું લાગણી તારી,
રાખે છે હંમેશા તારો હાથ મારા માથે..અટવાઉં દુનિયામાં જ્યારે,
લખી લઉં છું એક ચિઠ્ઠી હું તારા નામે..જવાબ તરત જ આવી જાય છે,
ચિંતા ના કર હું છું તારી સાથે.
એક ચિઠ્ઠી તારા નામે – Audio Version
કેટલું એ કરવું હોય છે તારી સાથે ,
પણ સમય થોડો ઓછો પડે છે…
તું જ્યારે જ્યારે પણ આવે છે,
આ દિલને ગજબની ઠંડક મળે છે.વાતો તારી ખૂટતી નથી,
તને સાંભળવાની મને મજા પડે છે…
રમતા રમતા જ્યારે કલાકો વીતે,
તારી સાથે સમય વિતાવવાનો સંતોષ મને મળે છે.જાય છે જ્યારે તું મન થોડું ગોટાળેચડે છે,
આંખોને જાણે વરસવાનું એક બહાનું મળે છે..
જલ્દી મળશું જ્યારે તું કહે છે,
ભારે હૃદયને એક શાંતવનના મળે છે.રિવાજો સંસારના કંઈક આવા જ હોય છે,
એને સમજવા ક્યારેક ભારે પડે છે..
તું માને કે ન માને, તું આવે ત્યારે અમને જ નહીં,
આ ઘરને પણ હસવાનું કારણ મળે છે.
તું આવે છે ત્યારે… – Audio Version
25/04/2023 ના મારી સાધનાની શરૂઆત થઈ અને એ વાતને આજે વર્ષ પણ વીતી ગયું. હું અવારનવાર ધ્યાનમાં બેસતી પણ 25/04/2023 થી આજ સુધી એવો એક પણ દિવસ નથી જ્યારે મેં ધ્યાન કે સાધના ના કરી હોય, ક્યારેક કલાક તો ક્યારેક બે કલાક અને ક્યારેક 15 મિનિટ માટે પણ આ સફરનો અનુભવ આજે તમારી સાથે શેર કરવો છે. મારા જીવનમાં થયેલા બદલાવ અને ફાયદા દિવસે દિવસે વધતા જાય છે. એક સરળ જિજ્ઞાસા તરીકે મેં શરૂ કર્યો આ “મેડીટેશન” નો સફર જેને મારી અને મારી આસપાસની દુનિયા વિશેની મારી સમજને એક આકાર આપ્યો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ સફર મને આટલી આંતરિક શાંતિ ની ભાવનાથી ભરી દેશે.મારી રોજની આ શાંત ક્ષણોમાં મેં મારીજ સાથે ઊંડાણમાં સફરની શરૂઆત કરી. જેમાં મારા વિચારો, લાગણીઓ અને સંવેદનાઓને એક નવી રાહ મળી. પ્રત્યેક શ્વાસ સાથે એક gratitude નો ભાવ દરેક વસ્તુ હોય કે વ્યક્તિ માટે વધતો ગયો. ક્ષમા આપવી અને માંગવી એકદમ સરળ થતી ગઈ.એક ગજબની શાંતિ અંદરથી અનુભવાતી ગઈ. આજુબાજુમાં શું બની રહ્યું છે એનાથી જાણે હું અલગ થતી ગઈ. આમ તો હું ઘણી બક બક કરતી પણ અચાનક જ મને મારું નવું એક રૂપ જોવા મળતું જે એકદમ શાંત હતું. ક્યારેક તો મને સમજ નહોતી પડતી કે આ મારા જીવનમાં શું થઈ રહ્યું છે? પણ જે પણ થઈ રહ્યું હતું મને ગમી રહ્યું હતું. હું એકાંતમાં પણ વધુને વધુ સમય વિતાવી શકતી અને અંદરથી ખુશ પણ રહેતી. જેમ જેમ દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા ગયા તેમ મેં મારી અંદર હતા ફેરફારની નોંધ લેવાનું શરૂ કર્યું. મારા તોફાની પળાને હું શાંત થતા જોઈ રહી હતી.
આ સફર દરમિયાન યુનિવર્સ જાણે મને એવી નવી વ્યક્તિઓને મળાવતી ગઈ જેઓ પણ આ જ સફરમાં મારી જેમ આગળ વધી રહ્યા હતા. ભલે ક્રિયા કદાચ અલગ હતી પણ એકબીજાના વિચારો એકદમ મળી રહ્યા હતા. એક ગજબની શક્તિ અને શાંતિ આ વ્યક્તિઓને મળીને થતી અને એકબીજા સાથે સફરના અનુભવોની વાતો પણ કરતા.
આ એક વર્ષ ક્યાં વીતી ગયું એનો ખ્યાલ પણ નથી રહ્યો. મારું જીવન લગભગ એક નિયમિતતા બંધ બની રહ્યું છે અને એને હું ખૂબ જ મજાથી માણી રહી છું. સૌથી મોટો બદલાવ મારો ગુસ્સો ઘણો ઓછો થઈ રહ્યો છે. પરંતુ કદાચ આ સફરનું સૌથી સુંદર પાસો મારી અંદર ખીલેલી એકબીજા સાથે જોડાયેલી અને કરુણા ભરેલી ભાવના હતી. મેં મારી જાતને અન્ય લોકો સાથે દયા, સહાનુભૂતિ અને પ્રેમથી બંધાતા જોઈ. ઘણા આ રસ્તે મારી સાથે જોડાય એના માટે પ્રિતી ની મદદથી સપ્ટેમ્બર 2023 થી “Vinay Dubai” જ્યાં ગ્રુપમાં મળીને અમે દર સોમવારે સવારે મેડીટેશન કરીએ એની શરૂઆત કરી. આજે જ્યારે લોકો આવીને મારી સાથે એમના અનુભવ શેર કરે છે ત્યારે હું એમની જગ્યા ઉપર મને ખુદને જોઈ શકું છું.
કહેવત છે ‘કેરી ખાઈએ તો એમ તો જ એનો સ્વાદની ખબર પડે.’ એવી જ રીતે હું જરૂરથી દરેકને વિનંતી કરીશ કે દરરોજ તમે શાંતિથી બેસીને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરજો. તમારા વિચારોમાં ફસાયા વિના આ અનુભવ કરવા સમય ફાળજો. સમય જતા તમે પાકું જોશો કે તમારું મન શાંત અને સ્પષ્ટ બની ગયું છે. તમારી લાગણીઓમાં અચાનક જ સુંદર બદલાવ આવી રહ્યો છે. આ મુસાફરી એટલી સરળ છે છતાં આપણે સમય નથી આપી શકતા. દસ મિનિટ દિવસની પોતાની સાથે કાઢજો, સૌથી પહેલો ફરક તમારો ગુસ્સો ઓછો થઈ જશે અને વાતોને જતી કરવાની એટલે કે લેટ ગો ખૂબ સરળ થઈ જશે.
I am discovering the magic within. Why don’t you also try? Thank you
જાદુઈ સફર – Audio Version
સંબંધો વેરવિખેર થઈ જાય,
એવી અકળામણ શાના માટે?ગેરસમજના વાદળો ઘેરાવી,
અબોલા લેવા શાના માટે?તકલીફ જો ખુદને જ થતી હોય,
તો બીજાને આપવી શાના માટે?લોકો તમારી કિંમત કરી જાય,
એવું વર્તન કરવું શાના માટે?કરીલે ખુલાસા અને થઈ જા થોડો હળવો,
આટલી બધી નારાજગી શાના માટે?માંગીલે માફી અને કરી દે માફ,
કેટલો સરળ છે રસ્તો અઘરો કરે છે શાના માટે?
શાના માટે? – Audio Version
સમય એક સરખો નથી રહેતો,
બસ થોડી એની કદર કરી લો…સારું-ખરાબ મનમાં જે આવે,
ક્યારેક થોડું લખી લો…મજાક કરે જો કોઈ આપની સાથે,
બસ થોડું હસી લો…કોઈ જો કરે તમારું કામ તો,
એના થોડા વખાણ કરી લો…સંબંધો તો આપણા જ છે,
ભરપૂર એને પ્રેમથી ભરી લો…વધું કંઈ નથી માંગતી,
ક્યારેક નીકીની કવિતા વાંચી લો…
બસ આટલું કરી લો – Audio Version
આટલા સમયથી તારી સાથે રહી,
પણ મેં ક્યારેય તને કંઈ આપ્યું નહીં,
તું એવો છે કે કદી પણ તે કંઈ માંગ્યું જ નહીં…પ્રતિબિંબ બની તું જીવનની દરેક પળે ચાલ્યો,
ને હંમેશા રહ્યો સાથે એવો કે કદી મને કંઈ વાગ્યું પણ નહીં…ઉતાર ચઢાવતો જીવનમાં ઘણા આવ્યા,
પણ તારા રહેતા એક પણ સપનું ભાંગ્યું નહીં…સ્વભાવથી કેટલાય છીએ અલગ આપણે,
છતાં તું મને કદી ના સમજે એવું ક્યારેય બન્યું જ નહીં..દુનિયા કહેતી લગ્નજીવન કઈ સહેલું નથી,
તું જીવનસાથી એવો બન્યો કે મને કશું એ અઘરું લાગ્યું જ નહીં.
અઘરું લાગ્યું જ નહીં – Audio Version
સાંભળવું છે તારી પાસે ઘણું,
બે ઘડી વાત કરીલે તો સારું..લાગણી ભલેને કેટલી પણ હોય,
થોડી દેખાડી જાય તો સારું..અચાનક આમ ગુમ થઈ જવું,
ક્ષણભર આવીને મળી જાય તો સારું..લોકોની વાતો બહુ સાંભળી હવે,
સંબંધો સંભાળી લઈએ તો સારું..નારાજગીતો પોતાનાથી જ થાય,
પણ કારણ કહી દે તો સારું..ઋણાનુબંધ પુરા થયા આપણા,
બસ હવે મનથી દૂર જવા દે તો સારું..
કહી દે તો સારું – Audio Version
કહી દઉં દિલની એક વાત તને,
તારા બનીને રહેવાની આદત છે મને..જાણું છું, ઓછું બોલે છે તું,
છતાં તારા માટે કવિતા લખવાની આદત છે મને..ભલેને થોડો ગુસ્સા વાળો છે,
પણ તારી સાથે હસવાની આદત છે મને..જાણું છું કંઈક અલગ છે તું,
એટલે જ તો તારી સાથે સપના જોવાની આદત છે મને..તને ખબર હોય કે ન હોય,
હવે તારી સાથે જીવવાની આદત છે મને..
આદત છે મને.. – Audio Version
કારણ વગરની વાતો તારી,
સાંભળવી મને ગમે છે.કહેલા તારા ટુચકાઓ પર,
હસવાનું મને ગમે છે.પૂછે છે જ્યારે સારવાર મારી,
ચિંતા તારી મને ગમે છે.કંઈક સમજવા કલાકો વિતાવે,
ત્યાં સમતા તારી મને ગમે છે.પ્રશ્નોથી ઘેરાયેલી હોઉં ત્યારે,
હાજરી તારી મને ગમે છે.અપેક્ષા વગરની મિત્રતા તારી,
હંમેશા મારા દિલને ગમે છે.
મને ગમે છે – Audio Version
ચાલતી ચાલતી ક્યારેક થાકી જાઉં જો,
હાથ પકડીને મંજીલે મને લઈ જજે ..વાતો કરતા ક્યારેક પણ અટકી જાઉં જો,
બોલીને કંઈક વાતાવરણ હળવું કરી જજે ..આંખોમાંથી અચાનક આંસુ આવી જાય જો,
ખભો બની મારો સહારો બની જજે ..રાતો મને ક્યારેક લાંબી લાગે જો,
મારી સાથે થોડો સમય વિતાવી જજે..જીવનની જ્યારે આખરી પળો હોય જો,
વળગી મને વિદાય તું આપી જજે ..સાથ તો મને તારો જ જોઈએ છે જો,
કહું કે ના કહું બસ તું મને સમજી જજે..
તું મને સમજી જજે – Audio Version
જ્યારે પણ જરૂર હોય સાથે જ દેખાય,
હંમેશા માત્ર પ્રેમ જ આપે એને પપ્પા કહેવાય.કોઈ કંઈ પણ બોલે તો ચૂપ થઈ જાય,
હસતા હસતા સાંભળી લે એને પપ્પા કહેવાય.આખી રાતો જાગી ચિંતા કરતા જાય,
બધા ખુશ રહે જે ઈચ્છે એને પપ્પા કહેવાય.સસ્તી વસ્તુ પોતાના માટે શોધતા જાય,
બાળકોને ગમતી અપાવે એને પપ્પા કહેવાય.ભૂલ ના હોય તો પણ માફી માંગતા જાય,
મોટું દિલ રાખી સૌને વળગી લે એને પપ્પા કહેવાય.તબિયતથી હંમેશા ભલે ઝઝૂમતા જાય,
ઊભા રહે થાંભલાની જેમ પરિવાર માટે બસ એનેજ પપ્પા કહેવાય.
પપ્પા કોને કહેવાય – Audio Version
તારી સાથે લાગણી કંઈ એવી બંધાઈ,
જાણે પ્રેમથી ભરેલા દરિયામાં ડૂબકી લેવાય.શબ્દોમાં કેમ કરી વર્ણવું,
અંદરથી જાણે એક સમતા અનુભવાય.સાથે તો ઘણા છે જીવનમાં,
તારી હાજરી હંમેશા મારી સાથે જ દેખાય.જોયું જ્યારે જ્યારે મુખડું તારું,
મન મારું આનંદથી હરખાય.પકડ્યો છે મારો હાથ તે જ્યારથી ,
અનુભવથી કહું છું, જન્મોજનમ કદી ના છોડાય.
પ્રભુ સાથેની પ્રીત – Audio Version
વિચારોને શાંત કરવા બસ એક સહારો છે તારો
તારી સાથે અતૂટ સંબંધ છે મારો.અકળામણ થાય તો સાથ છે માત્ર તારો,
અંતરને શાંત કરવાનો રસ્તો છે તું મારો.આંખો ભીની થાય ત્યાં આપે છે રૂમાલ તારો,
સાદા શબ્દોમાં કહું સાચો મિત્ર છે તું મારો.ડૂબતી હોઉં જ્યાં હાથ આપે છે તારો,
કોણ જાણે બની જાય છે ત્યાં જ કિનારો તુ મારો.કવિતાનાં શબ્દો રૂપે આપે છે સાથ તારો,
આપીને સમય બસ આમ જ તું બની જાય છે મારો.
મારી કવિતા – Audio Version
જ્યાં આપણું હૃદય સુધરે,
ક્ષમા ભેટ મુક્તપણે મળે.ખુલ્લા હાથ અને ખુલ્લા હૃદય સાથે,
એકદમ નવી સફર નવી શરૂઆત મળે.અણગમો છોડી, પીડા છોડી,
ક્ષમા એ જ વરસાદ પછીનો તડકો મળે.જ્યાં ઘા રૂઝાઈ છે ,એ જ મુક્તિનો માર્ગ ,
તમારા અને મારા માટે એ જ શાંતિનો પુલ મળે.સહાનુભૂતિ અને સમજણ દ્વારા,
જીવન આપણું નિર્માણ બને.ભૂલ દરેક માનવી થી થાય,
પણ માફી માંગવા કે આપવાથી સાચો પ્રેમ મળે.ક્ષમા ને માર્ગદર્શક બનાવીએ,
તો જીવન એકદમ સરળ બને.દિલ ને સાફ રાખતા જ,
સૌને માત્ર કરુણા અને સ્નેહ પણ મળે.
ક્ષમા એ જ માર્ગદર્શક – Audio Version
થોડું દૂર રહેવું જરૂરી છે
પણ દૂર થઈ જવું જરૂરી નથી.પ્રેમમાં હક જતાવો જરૂરી છે
પણ ઝગડવું જરૂરી નથી.ચુપ રહીને શાંત રહેવું જરૂરી છે
પણ કોઈની નિંદા કરવી જરૂરી નથી.હસવુ ખૂબ જરૂરી છે
પણ કોઈને રડાવવું જરૂરી નથી.દિલ ખોલીને વાતો કરવી જરૂરી છે
પણ ખોટું બોલવું જરૂરી નથી.યાદ કરવું જરૂરી છે
પણ યાદોમાં બેસીને રડવું જરૂરી નથી.જિંદગીને માણવી જરૂરી છે
પણ એમા કોઈને તકલીફ આપવી જરૂરી નથી.
સમજણ – Audio Version
સાથે રહેવાના સો કારણ હતાછતાં જતા રહેવાનું પસંદ કર્યું . ખુલાસા કરી ખુશ રહી શકાય એમ હતુંછતાં અબોલા રાખવાનું પસંદ કર્યું . જૂની યાદોમાં મજાથી રહેવાય એમ હતુંછતાં થોડીક ભૂલોને દિલમાં રાખવાનું પસંદ કર્યું. વાતોને જતી કરી શકાય એમ હતુંછતાં વધારવાનું પસંદ કર્યું. વિચારોમાં હંમેશા ભેદભાવ રહ્યાઅને ઘણું સાથે ચાલવાનું આપણે પસંદ કર્યું. માફી માંગી … Continue reading આમ કેમ પસંદ કર્યુ?
મારા પ્રેમ ઉપર પૂરેપૂરો હક છે તને દરરોજ મારી સાથે ઝઘડવાનો હક છે તને નારાજ રહીને વાત ના કરવાનો હક છે તને આખી દુનિયાનો ગુસ્સો મારા પર ઉતારવાનો હક છે તને વાત ન કરીને દૂર રહેવાનો હક છે તને મારો હાથ આમ અડધી રસ્તે છોડીને જવાનો હક છે તને રસ્તામાં મળે ને નજર ફેરવવાનો હક છે તને મારી ચિઠ્ઠીઓના જવાબ ન આપવાનો હક છે … Continue reading હક છે મને
અરે થંભી જા કંઈક તને કહેવું છેફાવે જો તને તો મુલાકાત પણ લેવી છે. એકબીજાના ધબકાર સંભળાય એવી રીતે વળગવું છેબસ દરરોજ તારી સાથે એક મુલાકાત લેવી છે. આંખો ઝુકાવીને આમ કેમ ઊભા છોનજરથી નજર મેળવીને દિલની વાત કહેવી છે નારાજ તો હું પણ છુંજીવનમાં શું એકબીજાને માત્ર ફરિયાદ જ કરવી છે? સમજીએ આમ જો … Continue reading કાલ ક્યાં જોઈ છે?
સવારે જાગું તો મારી બાજુમાં મને તું જોઈએ છે. હું ઉદાસ હોઉં તો મને મનાવવા મને તું જોઈએ છે. માથું દુખતું હોય તો માથું દબાવવા મને તું જોઈએ છે. દિવસમાં 15 વાર તારી સાથે વાત કરવા મને તું જોઈએ છે. દરિયા કિનારે હાથમાં હાથ પકડી ચાલવા મને તું જોઈએ છે. આખી જિંદગી તારી સાથે … Continue reading મને શું જોઈએ છે?
ના દેખાઉં હું ક્યાંય,તું તારા પડછાયામાં જોજે. ના હોઉં તારી સાથે,તો તારા પ્રતિબિંબ ને પૂછજે. જોવી હોય મને તો,બસ તારા દિલમાં મને જોજે. મૂકીને હૈયા પર તારો હાથ,તારી જ ધડકનમાં મને અનુભવજે. સુખમાં યાદ ન કરે પણ,દુઃખમાં મને જરૂરથી યાદ કરજે. એકાંતમાં બેસીને દિલથી,જૂની યાદોનું સ્મરણ કરી લેજે. સમજુ છું ખુશ છે મારા વગર,બેહાલ આ દિલનો હાલ ક્યારેક આવીને પૂછી લેજે. Audio Version
આખી રાત સળવળાટ એટલી તારી યાદોની હચમચાટ થઈ . ઘડિયાળની દરેક ટીકટીકમાં તારા જ અવાજની ચાહ મને થઈ. વારંવાર પડખે ફરતી માત્ર તારી ગેરહાજરીની અસર થઈ. વિચારોથી નથી થતું આ મન દોડાદોડી અંતરમાં હર ક્ષણે થઈ. છીએ ભલેને કેટલા દૂર દિલથી હરપળ તારી સાથે જ થઈ. વાત કરવાની બેચેનીથી મનમાં અકળામણ થઈ. આમ તો તું મજામાં જ હશેપણ હંમેશા ની જેમ તારી ચિંતા મને થઈ.
એવું નથી કે તારી લાગણીની કદર નથી પણ શું સાચે હવે આ માર્ગમાં કોઈ રાહ નથી ? પ્રયત્ન તે પણ કર્યા અને પ્રયત્ન મેં પણ કર્યા લાગે છે વચ્ચે હવે કોઈ ગાંઠ નથી . દુઃખી તો તું પણ છે ને દુઃખી હું પણ છું છોડી દઈએ હવે વાતમાં કોઈ માલ નથી તે કર્યું મેં કર્યું એમાં એવા અટવાયા કે એકબીજાને ખોઈ દીધાનું ભાન જ નથી. પ્રેમ તો તને પણ છે ને પ્રેમ તો મને પણ છે ક્યાં અને કેવી રીતે અટવાયા એની ખબર જ નથી. ક્યારેક તું બોલી ના શકી ને ક્યારેક હું બોલી ના શકી અંદર અંદર ઝેર થાય એમાં હવે કોઈ વાર નથી. ભૂલતો તારી પણ થઈને ભૂલ તો મારી પણ થઈ બંને નમી જઈએ તો આ સંબંધ બચી જાય એમાં કોઈ શંકા જ નથી.
સવાર સાંજ બારીએ તારી રાહ જોતીથતું બૂમ તારી સંભળાશે. દરરોજની મારી આ આદત થઈને થતુ કે તું આજે દેખાશે! દરવાજા સુધી ત્રણેય સમય ચાલતીકે આજે તું આવશે! અધીરી થઈ જતી ને ક્યારેક ઘેલીક્યાંક તો તું દેખાશે! આંખો મારી ખૂબ રાહ તારી જોતીને વળી થતું ક્યાંકથી તું બોલશે! આવીને એકવાર તો જોઈ લે આ દિલનેહંમેશા માત્ર … Continue reading માત્ર તું જ દેખાશે
તારી યાદ વારે વારે આવી જાયમારા મનને ખૂબ બેચેન કરી જાય કાબુમાં કેમ કરુંઆ મનને એ ના સમજાયક્યારે મળીશ ને વળગીશ એક જ ઈચ્છા થાય કલાકોના ધ્યાનમાં તું સામે આવી જાય‘તને બહુ યાદ કરું છું’ બસ કાનમાં કહી જાય એક એક પળ કાઢવી મુશ્કેલ થતી જાયતારા વગર ગમતું નથી જ્યારે તું મને કહી જાય તું … Continue reading તારા વગર ગમતું નથી
ક્યારેક રિઝાવે તો ક્યારેક દુભાવે,પ્રેમ થી મનમીત બનાવી દે. આક્રોશમાં સંબંધોને બગાડી દે,આવેશમાં આવે તો નિર્ણયો ખોટા લેવડાવી દે. શાંત હોય તો દુનિયા જીતાવી દે,શબ્દોથી ક્યારેક લોકોને દૂર કરી દે. અને ક્યારેક કવિતાઓ રચી દે,વાણી છે આપની દોસ્ત. જો ચાહે તો સૌના દિલ જીતાડી દે,દિલ જીતીને દુનિયા જીતાડી દે.
શ્રી ગોએંકાજીની પંક્તિઓ આજે પણ કાનમાં સંભળાય છે, મન જો મેલું હોય તો દુશ્મન કરતાં પણ ખરાબ છે પણ મનજો નિર્મળ હોય તો માતા પિતા કરતાં પણ વધુ ધ્યાન રાખે છે. મન જ આપણને કર્મ કરાવે છે, મન જ આપણા કર્મો ને તોડી શકે છે. મન જ પ્રમુખ છે અને મન જ આપણા સુખ દુઃખનું કારણ … Continue reading વિપસ્સના અનુભવ – Part 3
દરેક ધર્મનાં મૂળમાં શું શીખવાનું હોય છે ? ‘વિકાર વગરનું મન અને સમતા’ પછી કેમ આપણે ધર્મોને અલગ અલગ નામ આપી દીધા છે? આજ વાત અમે અહીં સમજી રહ્યા હતાં.
આસક્તિ અને રાગ બંને મૂળ આપણા દુઃખના કારણ છે. પરિવાર યાદ આવે એટલે રાગ આવે અને રાગ આવે એટલે આસક્તિ આવે જ. ત્યાં રહીને એકવાત પાકી હતી કે કોઈપણ વ્યક્તિ માટે ખરાબ કે ખોટા વિચાર મારા મન પાસેથી પસાર નહોતો થતાં. બધા જ મને સારા લાગતા હતા, બધા જ માટે મનમાં ભારોભાર લાગણી હતી. અંદરથી શાંતિનો અનુભવ કરતી હતી. નવમા દિવસ સુધી હું દરેક રાત લગભગ ત્રણ કલાકથી વધુ સુતી નહોતી પણ આખા દિવસની એ એનર્જી ક્યાંથી આવતી હતી, એ સાચે જ એક ચમત્કાર જેવું હતું.
વિપસ્સના એટલે સમતા, મનની એકાગ્રતા. મનના દરેક વિકારને શાંતિથી બસ જોયા કરવા અને એ અનિત્ય છે એવો ભાવ સતત રાખવો. આપણે લગભગ બધા જ ધર્મમાં કે સંતો પાસેથી રાગ, દ્વેષ, ઈર્ષા, કપટ કે માયા આ શબ્દો સાંભળ્યા જ હશે, અંતે આમાંથી છૂટવાનું છે એ જ સમજાવવામાં આવ્યું છે. પણ શું આપણે અનુભવ કર્યો ? દસ દિવસ સતત અહીંયા આજ અનુભવ કરવાનો પ્રયત્ન કરાવતા. કરુણા અને મૈત્રી શીખવાડતા, જે સાચો ધર્મ છે.
ગોએંકાજીના પ્રવચન જેમ જેમ સાંભળતી ગઈ, ઘણું સમજતી ગઈ. અમે દિવસના 10 કલાક માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કરતાં અને મનની સંવેદનાઓ એટલે કે આપણા શરીરના ઊઠતા સ્પંદનો ગરમી, ઝણઝણાટી, નમ, દુખાવો વગેરે વગેરે… બસ જે થતુ એને જોયા કરવું. જ્યારે પણ ટીચરને કહેતી મન એક જગ્યા પર રહેતું જ નથી એ તરત જ સમજાવતા કે આ જ તો શીખવાનું છે કે મનને આપણા કહ્યામાં કેમ રાખવું. એ જ રીતે પાછા ધ્યાનમાં બેસી જતા.
જ્યારે એક કલાક એક જ સ્થિતિમાં બેઠા હોઈએ અને જરા પણ હલીએ નહીં એને અધિષ્ઠાન કહેવાય. તમે માની પણ નહીં શકો કે હું ગઈ ત્યારે 15 મિનિટથી વધુ એકજ સ્થિતિમાં બેસી નહોતી શકતી પણ હવે ૬ દિવસ પછી એક જ જગ્યા પર બે કલાકથી વધુ અધિષ્ઠાનમાં બેસી શકતી થઈ ગઈ હતી. મનની સાથે સાથે શરીરનું પણ પ્યોરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ થતું. જે દુખાવા માટે હું બીજી જ રાતે ખૂબ રડી હતી કે હવે બેસી જ નહીં શકું, મારી રાઈટ સાઈડ કમરથી લઈને પગ સુધી ભયંકર દુખાવામાં હતી. એ દુખાવો મને ચોથા દિવસ પછી એકવાર પણ આવ્યો નહોતો. આ જ આપણું મન છે એને જેમ વાળવું હોય વાળી શકીએ પણ આપણે મનને જે કરવું હોય એ કરતા થઈ જઈએ છીએ.
આપણે ફીટ રહેવું હોય અને બાજુ વાળો કસરત કરે તો શું આપણને રિઝલ્ટ દેખાવાનું છે? એવી જ રીતે આપણા મન પર કાબૂ કોઈ ગુરુ કે ટીચરના પાસેથી મળી નથી જવાનું આપણે જાતે જ પ્રયત્ન કરવાનો છે. આ દસ દિવસમાં જ્યારે વિચાર કરતી ત્યારે લાગતું કેટલી મોહ માયા લઈને બેઠી છું. કેવો સ્વભાવ છે દરેક મનુષ્યનો એક પછી બીજી અને બીજી પછી ત્રીજી ઈચ્છાઓ તૈયાર જ હોય. આપણી ઈચ્છાઓ ઉપર કોઈ સ્ટોપ બટન છે જ નહીં. કોઈપણ વાતમાં સો ટકા ખુશી મળે ખરી? મનને ક્યારે પણ સંતોષ જ નથી હોતો. આ લગભગ છ દિવસ સુધીની વાત હશે, મન એકદમ હવે શાંત થઈ ગયું હતું. જેને પણ મારાથી દુઃખ પહોંચ્યું હોય એને અંતરથી હું માફી માંગી ચૂકી હતી.
મને હવે બધા એટલા યાદ નહોતા આવતા જેટલું મને પહેલા ત્રણ દિવસ દુઃખ થયું હતું. હું મારા જ મનને સમજવાની પૂરી કોશિશમાં હતી. આજના દિવસમાં મને મારા સ્વભાવમાં બદલાવ લાગી રહ્યો છે. કોઈ કેટલું પણ બોલી જાય ,મારું મન પહેલાની જેમ તરત જ અકળાઈ નથી જતું. અંદરથી અવાજ આવતો અને કહેતુ આ અનિત્ય છે. ઘણી અવેરનેસ આવી ગઈ હોય એવું મને લાગવા લાગ્યું છે. દુઃખ ચોક્કસથી થતું કારણ કે મારાથી કોઈને તકલીફ પહોંચી પણ હવે એનું પણ ધ્યાન રાખતી થઈ ગઈ છું .મને મારામાં જ બદલાવ દેખાવા લાગ્યો છે અને આ બદલાવ મને સાચે અંદરથી ગમવા લાગ્યો છે કારણ કે હું અંદરથી એકદમ શાંતિ અનુભવુ છું. હજુ ઘણું આગળ જવાનું છે અને ઘણું શીખવાનું છે.
મૈત્રીનો અનુભવ છેલ્લા અંકે…
વિપસ્સના અનુભવ – Part 2 – Audio Version
ધમ્મ પતન વિપસ્સના સેન્ટર પહોંચ્યા બાદ બધા સાથે લાસ્ટ વિડીયો કોલ પર વાત કરી ત્યારે એક મિનિટ માટે આંખો ભરાઈ ગઈ, હવે હું આ બધા સાથે દસ દિવસ વાત નહીં કરી શકીશ. 25 વર્ષમાં પહેલીવાર હું મિતેન સાથે દસ દિવસ વાત નહોતી કરવાની એને જોઈ નથી શકવાની, મારા માટે ખૂબ અઘરું હતું. ફોન બંધ કરતી વખતે પાછો જાણે કરંટ આવ્યો,હવે હું મારા બાળકોનો અવાજ દસ દિવસ સુધી સાંભળી શકીશ નહીં, કેવી રીતે રહીશ? ખૂબ ભરાઈ ગઈ. પહેલી રાત્રે ધ્યાન કર્યા બાદ બધાનું જ મૌન હતું. અમે લગભગ સો(૧૦૦) થી વધુ જણ ત્યાં હતા. ત્રણેય રાતે મને ત્રણ કલાકથી વધુ ઊંઘ આવી નહોતી, એમાં પણ બે ચાર વાર જાગી જતી. મને એ રાતો બરાબર યાદ છે. દિવાલો સાથે વાતો કરતી, ક્યાં તો મિતેન ત્યાં હોય અને એની સાથે વાતો કરતી. તકિયામાં મોઢું રાખીને ખૂબ રડતી.
બીજો દિવસ બરાબર યાદ છે 10 કલાકના ધ્યાન પછી મારી કમર ખૂબ દુઃખી રહી હતી રૂમમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડી, ને લાગી રહ્યું હતું કે શું મેં ખોટું કર્યું અહીંયા આવીને? ત્યાંની બધી વ્યવસ્થા ખુબ સરસ હતી AC રૂમ, સાડા છ વાગ્યે નાસ્તો, 11 વાગ્યે ફુલ જમવાનું અને પાંચ વાગ્યે છેલ્લો નાસ્તો લીંબુ પાણી, મમરા અને વોટરમેલન, છતાં પણ એક પણ રાત ભૂખ નહોતી લાગતી. દિવસમાં લગભગ દોઢ કલાક જેટલું વોક પણ કરવાનો સમય મળી જતો. બધું આપણા મન પર છે જેમ વાળો એમ વળી જાય છે પણ આપણે મન જેમ વાળે એમ વળતા હોઈએ છીએ. મારું મન હજુ ત્યાં સુધી લાગતું નહોતું. મને બધાની ખૂબ યાદ આવતી હતી માટે હું મારા ટીચર પાસે ગઈ, (મૌન હોય ત્યારે તમે ટીચર સાથે વાત કરી શકો) મેં ટીચર ને કહ્યું, ‘મને અહીંયા નથી ગમતું અને ઘરે જવું છે. ‘ટીચરે પૂછ્યું, તને શું થાય છે? મેં એમને મારા મનની વાત કરી, મને ઊંઘ નથી આવતી અને હું એકલામાં બધા સાથે વાતો કર્યા કરું છું. ટીચરે શાંતિથી સમજાવ્યું કે તારી વાતો એ લોકો સુધી પહોંચતી જ હશે પણ જ્યારે તને ઊંઘ ના આવે ત્યારે તું શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખ એને જોયા કર. ટીચરનુ માન રાખવા એક વાર પ્રયત્ન કરવાનું નકકી કર્યું.
આ ત્રણ દિવસમાં એક ચમત્કાર મેં જોયો, ના તો મને કોઈ માટે ક્રોધ આવ્યો, ઈર્ષા આવી કે કોઈપણ વ્યક્તિ માટે કંઈ ખરાબ વિચાર્યું. એ દશામાં ત્યાં હું મારા અવગુણો, મારી ભૂલો જોઈ રહી હતી. જે વ્યક્તિઓ સાથે મને ફાવતું નહોતું કે મારા સંબંધો બરાબર નહોતા એ બધાની એક પછી એક તમામ સારી વાતો મારી સમક્ષ આવવા લાગી. એમની સાથે વિતાવેલા સારા દિવસો મારા નજર સામે આવવા લાગ્યા. મને એકદમ યાદ છે મારો ત્રીજો દિવસ અને સવારે 8:00 થી 11:00 નું ધ્યાન નો સમય મને ઘણી વ્યક્તિઓના માત્ર ગુણો જ દેખાવા લાગ્યા. આ બધા જ સારા છે, તો પ્રોબ્લેમ પછી ક્યાં છે? ત્યારે અંદરથી જવાબ આપ્યો, ‘આપણું મન’. મારી આંખોમાંથી સંવેદના રૂપે આંસુ વહી રહ્યા હતા મારા કર્મો જાણે તૂટી રહ્યા હતા. એકદમ ચંચળ છે આપણું મન એને જે કરવું હોય એ જ કરાવે છે અને ગમવું હોય તો ગમાડે નહીં તો ખરાબ લગાડે. હંમેશા આપણે આપણા મનના વસમાં હોઈએ છીએ. શ્રી ગોએંકાજીએ એમની પંક્તિમાં કહ્યું છે, આપણા વશમાં મન હોવું જોઈએ નહીં કે આપણે મનના વશમાં. મારા મોટા કાકા અને ચિરાગભાઈ ને દિલથી થેન્કયુ જેમના કારણે હું આ 10 દિવસ ની સાધના માટે હિંમત પણ કરીને આવી શકી. ત્રીજો દિવસ ખુબ જ સરસ ગયો. મન એકદમ હલકું થઈ ગયું.
મારી સાથે જે અનુભવો થયા જરૂરી નથી કે દરેક વ્યક્તિ સાથે એવા જ અનુભવો થયા હોય, દરેક વ્યક્તિના અનુભવો અલગ અલગ હોઈ શકે. આપણે કહેતા હોઈએ છીએ ને કે કેરી ખૂબ મીઠી છે પણ જે ખાય એ જ સમજી શકે કેવી અને કેટલી મીઠી છે. હું તમારા સુધી મારા અનુભવ ચોક્કસથી પહોંચાડી પણ જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો તે તમારા સમજની બહાર જ છે. 10 કલાક બેસ્યા પછી પણ ઊંઘ ના આવે અને સવારે ચાર વાગ્યે ધ્યાન માટે હું એકદમ રેડી થઈ તૈયાર હોવું અને ધ્યાનમાં મને જરા પણ ઊંઘ ના આવે એ મારા માટે ચમત્કાર થી કંઈક વધુ જ હતું. ત્રીજા દિવસે હિંમત થઈ કે હું આગળ વધી શકીશ અને મેં નક્કી કર્યું કે હું સાધનામાં આગળ વધીશ. બીજા ઘણા અનુભવો છે હું જરૂરથી તમારા સાથે શેર કરીશ.
Thank you
વિપસ્સના અનુભવ – Part 1 – Audio Version
એકાંત ક્યારેક અઘરું લાગતું, છતાં એકલતાને માણતી.વિચારોમાં ગડમથલ હતી, એને સમજવાનો પ્રયત્ન કરતી.ચાર દીવાલોની વચ્ચે, જાણે ખુદને જ શોધતી.મંઝિલ ખૂબ નજીક દેખાતી, છતાં અંદર અંદર જ ભમતી.શ્વાસોશ્વાસ મારા જ છતાં એના પર નજર રાખતી.ઘણી અકળામણોમાં પણ શાંતિ અને સમતા અનુભવતી.કાલ કેવી હશે એની ચિંતા છોડી આજમાં જીવતી.ક્રોધ રાગ દ્વેષ ના રૂપ સમજીને કરુણા અને સમતા શીખતી.આ એવા દિવસો હતા જ્યાં હું અંદરથી ખુદને ખૂબ ગમતી.
ખુદને ખૂબ ગમતી – Audio Version
દર વર્ષે બર્થ ડે ગિફ્ટ માં શું આપવું? આની પાસે તો બધું જ હશે અને એને નહીં ગમશે તો? રિટર્ન કરી દેશે તો? કેક મંગાવો અને diet કરતાં હશે તો ? ફ્લાવર્સ તો અઠવાડિયામાં કરમાઈ જશે. આવા અનેક જાતના કેટલા પ્રશ્નો આપણને થતા હોય છે, જ્યારે કોઈ નજીકની વ્યક્તિનો જન્મદિવસ આવે છે. ‘The Magic’ બુક માંથી હું એક જ વસ્તુ શીખી ‘Gratitude’. આ વખતે અચાનક મને થયું કે દરેક વ્યક્તિ જે મારા જીવનની નજીક હોય એ વ્યક્તિઓ મને ક્યાં ક્યાં મદદરૂપ અથવા મારા જીવનના ગ્રોથમાં એમને શું ફાળો આપ્યો? મારી સાથે જીવનમાં વિતાવેલી એવી દરેક પળો જેના માટે હું એમને આભારી છું, યાદ કરીને જેટલી પણ યાદ આવે એક ‘Thank you Letter’ લખીશ. 5 વર્ષ 10 વર્ષ કે પછી 20 વર્ષ પછી પણ એ લેટર વાંચશે તો સંબંધો વધુ મજબૂત કરશે અને હંમેશા માટે યાદ રહી જશે. જ્યારે આપણે કોઈને થેન્ક્યુ કહીએ છીએ ત્યારે એને પણ નવી યાદો બનાવવાનું મન થાય છે. જ્યારે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આપણા પ્રેમમાં વધારો થાય છે અને નેગેટિવિટી દૂર થાય છે.
હું મારા પરિવાર સાથે કેટલાય વર્ષોથી આ લેટર લખવાની રીત કરું છું. અમારામાંથી કોઈનો પણ જન્મદિવસ આવે એના માટે બધાએ લેટર લખવાનો અને સાથે બેસીને વાંચવાનો. તમે વિચારી પણ નહીં શકો કે સામેવાળી વ્યક્તિને કેટલું સ્પેશિયલ ફિલ થશે અને best birthday gift પણ મળશે. એ વ્યક્તિને તમારી લાગણી એક એક શબ્દોમાં દેખાશે. જરૂરી નથી કે લેટર લાંબો હોવો જોઈએ, તમને ત્રણ ચાર કે દસ જે કિસ્સાઓ યાદ આવે એ લખીને થેન્ક્યુ કહેવું. જયારે લખવા બેસસો, તો હું ખાત્રી આપું છું કે તમને કેટલી મેમરીનો ખજાનો મળી જશે.
ફોનમાં મેસેજ લખો કે છે કોઈને પત્ર લખો. તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે લખો. મારા હિસાબે હાથથી લખેલો પત્ર ખૂબ લાગણી ભર્યો લાગશે અને એક બીજું સજેશન છે કે જ્યારે આ લેટર તમે આપો ત્યારે તમે ખુદ વાંચી શકો એવો પ્રયત્ન કરવો કારણ કે તમે જે ફીલિંગ્સ થી લખ્યો હશે એ તમે તમારા શબ્દોમાં કહી શકશો. વિચારી લો ઘરમાં નેક્સ્ટ birthday કોની આવે છે? આ રીતે આખું પરિવાર એક સાથે બેસીને જૂની યાદો પણ તાજી કરી શકશે. લઈ લો પેપર અને પેન, લખી લો એ વ્યક્તિની જગ્યા તમારા જીવનમાં શું છે અને આપી દો best ગિફ્ટ એ પણ full of love અને emotions સાથે. આમાં તમે તમારા નજીકના મિત્રોને પણ જોડી શકો છો. જે લોકો તમારા જીવનમાં નજીક હોય, આજે અમે લગભગ ચારથી પાંચ ફેમીલી ભેગા થઈને આ લેટર લખીને વાંચીએ છીએ. તમે વિચારી શકો કે જ્યારે 16 થી 17 જણા એક વ્યક્તિને માટે લેટર લખે અને વાંચે એના જન્મદિવસ પર તો એને કેટલું સ્પેશિયલ ફીલ થતું હશે, કેટલી જૂની યાદો તાજા થઈ જતી હશે, કેટલી લાગણીઓ ઉભરાતી હશે અને કેટલો પ્રેમ એમાં દેખાતો હશે. નેક્સ્ટ ટાઈમ મારી બર્થ ડે પર પણ મને એક letter લખીને મોકલજો. Thank you.
Example માટે હું એક નાનો લેટર attach કરું છું જે મેં મારી દીકરી ના જન્મદિવસ પર એને લખ્યો છે.
~~~~~~~~~~~~~~~~~~~~
મારી વહાલી Preet, Happy Birthday!આજે મેં તારા માટે એક ગ્રેટીટ્યુડ લેટર લખ્યો છે. મને તું વિપસ્સના પણ ખૂબ યાદ આવતી હતી. આ મન કેટલું ચંચળ છે કે વારંવાર કશે બીજે જતું રહે છે પણ તું મને ત્યારે પણ સપોર્ટ કરતી હતી અને કહેતી, ‘I am so proud of you mom, you can do anything.’ બીજો જ દિવસ હતો અને મન થોડું ઢીલું થઈ ગયું હતું અને તારો અવાજ પાછળથી આવ્યો, ‘Don’t give up mom. You never give up.’
Thank you for so many things, Preet.
– તારા આવવાના સમાચારથી જયાં સુધી તું દુનિયામાં આવી એટલે કે નવ મહિના સુધી તારા પપ્પા મને કસે મૂકીને નહીં ગયા અને મારી બધી તકલીફોમાં સાથ આપ્યો અને ઉભા રહ્યા તો તારા કારણે પપ્પા મારી સાથે રહ્યા એની માટે તને thank you.
– સૌપ્રથમ તારા કારણે હું પહેલીવાર ‘મા‘ બની. મને પહેલી વાર કોઈએ મમ્મી કીધું એના માટે દિલથી તારો આભાર.
– નાની હતી ત્યારથી તુ બધી જ બાબતમાં ખૂબ પરફેક્ટ રહેતી અને તને જોઈને મને પણ થતું કે કેટલું પરફેક્ટ રહે છે ભલે તે નોટબુકમાં લખવાનું હોય કે તારી વસ્તુઓને વ્યવસ્થિત રાખવાની હોય તો પ્રીત મને તારા જેવી પરફેક્ટ બનાવવા માટે thank you.
– જ્યારે જ્યારે પણ હું બીમાર પડતી કે ક્યારેક ન બનતો બનાવ પણ બનતો. તું હંમેશા મારું ધ્યાન રાખતી અને મારી care કરતી એના માટે તને thank you.
~~~~~~~~~~~~~~~~~~~~
મેં અહીં આ રીતે ઘણી જૂની યાદો એની સાથેની લખી છે અને એનો આભાર વ્યક્ત કર્યો છે. હવે તમે જ વિચારો કે એને એના બર્થ ડે પર આનાથી વધારે શું ગિફ્ટ મળી શકે?
જન્મદિવસ માટે પરફેક્ટ ગિફ્ટ શું હોઈ શકે? – Audio Version
કોયલ નો મીઠો કલરવને
સાથે વાત તો ચાર વાગ્યાનો ઘંટ યાદ આવશે!નાસ્તાની ડીશ લઈને
દિવાલ પર લખેલો 107 નંબર યાદ આવશે!ચાલતા ચાલતા સવારના
સંભળાતા ગુરુજીના દુહા યાદ આવશે!મૌન લઈને જેની સાથે રહી
એ સૌના ચહેરા યાદ આવશે!100 જણા મળીને ધ્યાનમાં કલાકો બેસતા
ને વળી જે ઉર્જા મળતી ખૂબ યાદ આવશે!આ વીતેલા દસ દિવસની તમામ વાતો
ને ગુરુજીના પ્રવચન યાદ આવશે!મારા જ મન સાથે વિતાવેલો સમય
એને એકાગ્ર કરવાના પ્રયત્નો યાદ આવશે!ખાલી હાથે ગઈ હતી
કેટલું જ્ઞાન લઈને આવી મને ખૂબ યાદ આવશે
મને ખૂબ યાદ આવશે !
યાદ આવશે – Audio Version
જેમ જેમ દિવસ નજીક આવે છે થોડી ગભરાટ તો સાચે થાય છે. 25-Apr-2023 થી 6-May-2023 વીપાસના માટે જઈ રહી છું. મારી ઘણી બધી ઓળખીતી વ્યક્તિઓએ ઘણી બધી વાર વીપાસના કરી છે ,પણ મારા માટે તો આ પહેલી વાર છે. 10 મિનિટ, 30 મિનિટ, એક કલાક અને ક્યારેક ચાર કલાકના ધ્યાન કર્યા છે, પણ 10 દિવસ થોડું અઘરું લાગી રહ્યું છે.
થોડા પ્રશ્નો મગજમાં વારંવાર આવ્યા કરે છે, હું કેવી રીતે કોઈની સાથે વાત ન કરી શકું? હું મારા ફોનનો ઉપયોગ કરી શકીશ નહીં, ઘરમાં કોઈ ઈમરજન્સી આવશે તો? મને વાંચવાની આદત છે, હવે સૂતા પહેલા હું વાંચ્યા વગર કેવી રીતે ઊંઘીશ? દિવસમાં ત્રણથી ચાર વાર મારા બાળકો મને ફોન કરે છે, તો હું વાત કેવી રીતે કરીશ? હું લખીશ કેવી રીતે ત્યાં તો લખવાની પણ છૂટ નથી. તમે તો ત્યાં કોઈની સાથે eye કોન્ટેક્ટ પણ કરી શકો નહીં.
પહેલા તો ખૂબ સ્ટ્રોંગ હતી પણ હમણાં થોડા વિચારો આવી રહ્યા છે. મારે મારી સાથે એકાંતમાં સમય કાઢવાનો છે. એવું નથી કે એકાંત થી ડર લાગે છે પણ દસ દિવસ થોડું અઘરું લાગે છે. ક્રોધ, શંકા, ઉદાસી, દુઃખ બધી જ વાતોથી દૂર હોઈશ એનો મને આનંદ છે. પ્રયત્ન કરવો તો છે જ, હંમેશા મારા ડર સાથે લડી છું તો આજે આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ. મારા દસ દિવસનો અનુભવ ચોક્કસથી તમારી સાથે શેર કરીશ. મને best wishes આપજો કે હું મારી વીપાસના ખૂબ શાંતિથી અને સારી રીતે કરી શકું.
Thank you.
આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ – Audio Version
સંબંધો સાચવતા ક્યારેક થાકી જાઉં છું,
બધાને સાચવવામાં ક્યારેય ખુદને ભૂલી જાઉં છું.માન સન્માન ની વાત નથી અહીંયા,
પણ દિલથી થોડી હારી જાઉં છું.કેટલુંય એ પણ કરું સારું તમે,
કશેક તો થોડી ખોટી પડી જાઉં છું.ક્યાં થઈ ભૂલ મારી,
એ વિચારોમાં ઊંઘવાનું ભૂલી જાઉં છું.ખૂબ પ્રયત્ન કર્યા પછી જ,
ત્યાંથી થોડી ખસી જાઉં છું.છૂટતી દેખાય છે જ્યારે લાગણીની ગાંઠો,
તો એકલામાં ખૂબ રડી લઉં છું.મારા હશે તો રહેશે જ,
એમ કહીને દિલને મનાવી લઉં છું.
દિલને મનાવી લઉં છું – Audio Version
મારી એક વાત માની લેજે દોસ્ત,
તારા કારણે જ દોસ્તી પર વિશ્વાસ છે દોસ્ત.ઉજાસ કદાચ ના પણ મળે મને દુનિયામાં,
કાફી છે તારી લાગણીની રોશની બસ દોસ્ત.પડખે ઉભા હોઈશું હર ક્ષણે એકબીજાની,
આપણા સંબંધમાં આટલું તો પાકું છે દોસ્ત.નથી મળતા કે નથી કરતા વાત આપણે રોજ,
પણ સમજીએ છીએ દિલથી એકબીજાને દોસ્ત.છે જિંદગી બસ ચાર દિવસની યાર,
પણ તારી સાથે કંઈક ખાસ ને અલગ છે દોસ્ત.
કંઈક અલગ પણ ખાસ છે – Audio Version
મને પૂરેપૂરી ખાતરી છે જે મારા જીવનમાં બને છે એ તમારા જીવનમાં પણ બનતું જ હશે ઘણીવાર તમે કેટલું પણ લોકો માટે કે તમારી નજીકની વ્યક્તિ માટે કરો પણ એ બધાને જ્યારે તમે કંઈક નહીં કરો તે પહેલા દેખાશે. ગઈકાલે જ કોઈ મિત્ર સાથે વાત થઈ કે દસ દિવસ સુધી રજાઓમાં બધા મજાથી રહ્યા પણ 11 મા દિવસે કોઈ નાની વાત બની અને એ વીતેલા દસ દિવસ યાદ નહીં રહ્યા બસ એ એક જ દિવસ બધાને યાદ રહ્યો. તમે જ કહો આવી પરિસ્થિતિમાં તમારું મગજની સ્થિતિ કેવી હશે?દરરોજ ગમતી વાનગી બનાવી પણ એકાદ દિવસ તમે તમારું ગમતું બનાવ્યું અને ઘરમાં કોઈ બોલી જાય કે આ કેમ બનાવ્યું તો ?? સવારે ઊઠીને તમે કેટલું બધું કામ કર્યું હોય અને જેવા રસોડામાં પાછા જાઓ કોઈ ઊંચા અવાજે તમે તમારા કરેલા કામમાં કંઈ બોલી જાય તો?? આ બધી નાની નાની બાબતોથી સંબંધો પર મોટી મોટી અસર થાય છે. આપણને થાય છે કે આ વસ્તુ સારી રીતે પણ કહી શક્યું હોત.
બસ ત્યાં જ અટકી જાવ ત્યાંથી કોઈ જવાબ આપ્યા વગર ખસી જાવ અને મૌન લઈ લો. થોડી વાર માટે પરિસ્થિતિ બગડતી અટકી જશે. એમ નથી કહેતી કાંઈ કહેવું ના જોઈએ પણ જ્યારે સમય બરાબર હોય બંને જણા મૂડમાં હોય ત્યારે કહી દેવું,હસીને દિલની વાત. સંબંધ પણ સચવાઈ રહેશે અને મનની શાંતિ પણ.
બાકી વાત વધારીને કોઈ ફાયદો ક્યારે પણ થતો નથી માત્ર નુકસાન જ છે સંબંધો બગડે જ છે માટે મારા અનુભવથી કહું છું કે વાતને વધારવી ના હોય તો મૌન લઈ ત્યાંથી એ સમય માટે ખસી જવું. તમારું શું માનવું છે?
વાતને વધારવી ના હોય તો મૌન લઈને ત્યાંથી ખસી જવું – Audio Version
શાહી વગરની પેનને ઘસી ઘસી ને
ફરી એક વાર લખવાનો પ્રયત્ન કર્યોભૂલી ગયેલી દરેક વાતોનુ
ફરી એક વાર સ્મરણ કરવાનો પ્રયત્ન કર્યોનારાજગી તારી વ્યાજબી દોસ્ત
ફરી એક વાર તને સમજવાનો પ્રયત્ન કર્યોઅઘરુ વળી શું છે આ સંબંધમા
ફરી એક વાર એ વાત પર વિચાર કર્યોબધુ પડતું મૂકી માફી માંગી
ફરી એક વાર આગળ વધવાનો નિર્ણય કર્યોહજુ તો રસ્તાના વળાંક સુધી પણ પહોંચી નહોતી
ફરી એક વાર તારો જ પડછાયો સામે મળ્યોજેના થી દૂર જવાનો પ્રયત્ન કર્યો
ફરી એક વાર એ જ વળી મારા જ ઘરના દરવાજે મળ્યો.
ફરી એક વાર – Audio Version
સંબંધોમાં નાની મોટી વાતો તો થયા જ કરે અને જે આપણા હોય એની સાથે જ થાય પણ એ અણબનાવ બન્યા પછી વાંક કોનો છે એ નક્કી કરવામાં જીવન પૂરું કરી દેતા હોઈએ છીએ. આજકાલ આ sorry શબ્દ ખૂબ જ સરળ હોવા છતાં આપણે જલ્દી વાપરી શકતા નથી કારણ એમાં ego નડતો હોય છે.
મારું માનવું છે sorry કહી દેવાથી વાતને ટાળી શકાય છે પણ શું એ વાતનું solution આવી જાય છે? આપણને ઘણીવાર ખબર હોય છે કે ભૂલ મારી છે, ખૂબ મહેનત કરી આપણે માફી માંગી લઈએ પણ શું આપણી ભૂલ એકદમ easily માફ કરવાની તાકાત સામેવાળી વ્યક્તિમાં હોય છે?
ભૂલ કરતા વાર નથી લાગતી, માફી માંગતા વાર નથી લાગતી પણ માફી આપતા આપણને કેમ આટલી વાર લાગે છે? અરે માફી આપી દીધા પછી પણ દસ દિવસ પછી વ્યક્તિ સાથે કંઈક પાછું બને તો આપણે જૂની વાતો કાઢીને પણ એને સંભળાવી દઈએ છીએ. એનો મતલબ એમ થાય છે કે આપણે માફી દિલથી આપી શકતા જ નથી. ખૂબ અઘરું છે પણ જો આપણને અંદરથી શાંતિ જોઈતી હોય તો માફી આપીને વાતને ભૂલી જવી જોઈએ નહીં તો આપણને જ તકલીફ થશે.
માફી માંગવી જો અઘરી હોય તો માફ કરવું એનાથી પણ વધારે અઘરું છે એવું મારું માનવું છે. ચાલો માફી માંગવાની શરૂઆત કરીએ તો ક્યારેક માફી મળી જાય અને સંબંધો સચવાઈ જાય.
માફી માંગવી સહેલી છે કે માફી આપવી? – Audio Version
એફિસથી એ આવતા જ
જાનુ જાનુ કરીને બોલાવે
તો હું ખુશ…બનાવે કોઈ રીલ
અને કરે મારી સાથે ધમાલ
તો હું ખુશ…રમે સાથે board games
વીતાવે થોડો સમય
તો હું ખુશ…વાતો કરું મિત્રો સાથે અવાર નવાર
ને કરીએ થોડી મજા
તો હું ખુશ…લખી લઉં એકાદ કવિતા
ને મળી જાય મને એકાંત
તો હું ખુશ…એક જ દિલની વાત
તમે છો મારાથી ખુશ
તો હું ખુશ…
તો હું ખુશ – Audio Version
કેટલું સરળ હોય છે કોઈના પણ માટે કંઈ પણ બોલી દેવાનું. અજાણ વ્યક્તિ હોય ક્યારે કદાચ મળ્યા પણ ના હોઈએ છતાં કોઈની વાતો પરથી આપણે અનુમાન કરી લઈએ કે આ વ્યક્તિ સારી છે કે ખરાબ. એટલું જ નહીં કદાચ આપણે બીજી કોઈ વ્યક્તિને પણ એના માટે આપણે શું વિચારીએ છીએ એ કહી આવશું. કોઈના માટે judgmental હોવું શું જરૂરી છે? કોઈ ઓછું બોલે તો અભિમાની, કોઈ વધારે બોલે તો બોલતા જ નથી આવડતું; કોઈને ફરવાનો શોખ હોય તો કેટલું રખડે છે, અરે આ તો બીમાર લાગે છે અગર જાડી કે પછી પતલી થઈ ગઈ હોય તો. સાચું કહું છું ને કે આ એકદમ આપણી રોજની લાઇફમાં બનતું હોય છે. પણ સાચે જ શું આપણે કોઈના પણ માટે કંઈ પણ બોલવું જરૂરી છે? ફાયદો કે નુકસાન કંઈજ નથી છતાં સમયને પસાર કરવા માટે લોકો માટે વાતો કરતા હોઈએ છીએ.
મારી જ વાત કરું લોકોને થાય કે આને ફોટાનો કેટલો શોખ છે હંમેશા ફોનની કે કેમેરાની સામે જ હોય છે. કેટલું હસ્તી હોય છે અને કેટલા ગાંડાવેળા કરતી હોય છે. તો શું લોકોના અભિપ્રાય થી મારા શોખ બંધ કરી દઉં? કોઈનો આપણા માટે નો અભિપ્રાય જેમ આપણને ગમતો નથી એવી જ રીતે આપણને પણ કોઈના માટે judgmental હોવું જરૂરી નથી. ચોક્કસથી કોઈની સારી વસ્તુઓને વખાણવી કે કહેવવામાં કોઈ જ ખરાબી નથી પણ બિનજરૂરી વાતો કરી અભિપ્રાય આપવા જરા પણ જરૂરી નથી.
મે મારી આ journey એટલે કે કોઈના માટે judgements આપવા કે કોઈના આપેલા મારા માટેના judgments પર વિચારવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમે પણ મારી વાત સાથે સહમત હોઉં તો પછી રાહ કેમ જુઓ છો ચાલો જોડાઈ જાવ. Thank you.
કોઈના માટે Judgmental હોવું શું જરૂરી છે? – Audio Version
તમારાથી દૂર જતા રડી પડી,
જાણે કેટલીય લાગણીયો ઉભરાઇ પડી.ધ્યાન એટલું રાખ્યું મારુ,
તમારા પ્રેમ ની સામે હું ઝાંખી પડી.સમય આપી જીત્યું મન મારું,
મારા સંસ્કારોની મને ઝલક મળી.કરી મને ગમતી દરેક પ્રવૃત્તિ સાથે મારી,
કલેજા ને સરસ મજાની ઠંડક મળી.થઇ ગયા મોટા બાળકો મારા,
દિલ ને પાકી આજે સમજ પડી.જે આપીએ પાછું ચોક્કસ થી મળે,
એ વાત એકદમ સાચી પડી.આભાર તમારો તમારા કારણે,
આજે હું એક સફળ ‘મા’ ને મળી.
સફળ ‘મા’ – Audio Version
દરેક પ્રશ્નનો જવાબ હોવો શું જરૂરી છે?
શાંત વાતાવરણને છંછેડવું શું જરૂરી છે?
રોજ મળ્યા પછી દૂરી શું જરૂરી છે?
ન ગમતી વાતોના ખુલાસા શું જરૂરી છે?
મન ભરાયેલું હોય તો રડવું શું જરૂરી છે?
અઘરૂં તો છે પણ હંમેશા જતુ કરવું શું જરૂરી છે?
કોઈનું જૂઠાણું સહન કરવું શું જરૂરી છે?
સંબંધો ટકાવી રાખવા શું જરૂરી છે?
દિલ દુ:ખે તો એને કહી દેવું શું જરૂરી છે?
શું જરૂરી છે? – Audio Version
વીતેલા દિવસો તારી સાથેની યાદોથી ભરેલા છે,
થોડું જતું કરીને અને થોડું અપનાવીને આગળ વધ્યાં.સ્વભાવ બંનેના એકદમ અલગ હોવા છતાં,
સમજીને અને સમજાવીને આગળ વધ્યાં.સપનાઓ બંનેના અલગ હતા,
પણ સાથે મળીને પૂરા કરી આગળ વધ્યા.દુનિયા તો કંઈ પણ બોલે એની પરવા કર્યા વગર,
અતૂટ વિશ્વાસ રાખી આગળ વધ્યા.ઝઘડા તો અવાર નવાર થયા કરે,
પણ માનીને અને મનાવીને આગળ વધ્યા.નવા પરણેલા દંપતીની જેમ,
આજે પણ હાથમાં હાથ રાખી આગળ વધ્યા.તું થોડો ગુસ્સાવાળો અને હું થોડી જિદ્દી ,
છતા દરેક ભૂલોને ભૂલીને આગળ વધ્યા .આ જનમ જ નહી દરેક જન્મમાં મને તું મળે,
એવી પ્રાર્થના સાથે આગળ વધ્યા.હસતા રમતા દિવસો અને મહિનાઓ જ નહીં,
પચ્ચીસ વરસ એકમેકમાં ભળીને આગળ વધ્યા.પ્રેમની ડોર ઘણી મજબૂત છે આપણી,
બસ હંમેશા આમ જ સાથ આપી આગળ વધીએ.
સાથ આપી આગળ વધીએ – Audio Version
૨૦૨૨ આખુ વરસ પ્રીતનાં લગ્ન માટે ખૂબ મહેનત કરી , ખૂબ મજા કરી અને સાથે સાથે થોડી દલીલો પણ થઈ. જે દિવસોની કેટલાય સમયથી રાહ જોતા હતા તે આવીને જતા પણ રહ્યા. અંદરથી એક ગજબની ખુશી છે કે બધા પ્રસંગો ખૂબ સારી રીતે થઈ ગયા. પણ હવે શું?
થોડું અઘરું છે પણ આજ હકીકત છે.
બાળકો દૂર જાય ત્યારે કોઈ પણ મા-બાપને ગમતું નથી એ વાત એકદમ સાચી છે અને આજ ડરથી ઘણા વખતથી હું ખુદને અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખતી. મનથી મજબૂત રહેવાનો પ્રયત્ન કરતી પણ એમના વગર કંઈ ગમશે નહી એ વીત પણ પાકી હતી. ઘણીવાર તો આખો દિવસ ઘરમાં પોત પોતાના રૂમમાં જ રહેતા પણ જ્યારે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું , dinner time અને ક્યારેક ક્યારેક અમારા board game sessions માટે સાથે જ હોતા. આ સમય ઘણો અઘરો અને ખાલી પણ લાગે જ્યારે આખા table પર માત્ર હું અને મિતેન બસ કંઈ બોલી નથી શકતા માત્ર એકબીજાને જોઈ રહેતા. માત્ર દસથી પંદર દિવસ થયા છે મીતને London અને પ્રીત-રિષને Antwerp ગયાને પણ લાગે છે હવે આજ routine આખું જીવન રહેશે. આ બધુ કહીને તમને કોઈને ડરાવી નથી રહી પણ આ હકીકત દરેકના જીવનમાં આવશે માટે તમને સાવચેત કરી રહી છું. એક માર્ગ નક્કી કરો,ધ્યેય બનાવો કે જેનાથી તમે તમારા ખાલી સમયને ભરી શકો. આટલી મહેનત કર્યા પછી પણ એવી એક પળતો આખા દિવસમાં આવી જ જાય જ્યારે મારી આંખો એમના યાદોથી ભીની થઈ જાય છે પણ આની સાથે જીવતા શીખી જવાશે જો આપણી પાસે કોઈ પ્રવૃત્તિ હશે.
તમારી નજીકની દરેક વ્યકિત તમને ફોન કરશે, સમય આપશે અને એકલા પણ નહી પડવા દેશે પણ શું એમાની એક પણ વ્યકિત તમારા બાળકની જગ્યા લઈ શકશે? એ લોકોની કમી પૂરી કરી શકશે? બધાને જ આનો જવાબ ખબર છે છતા વિચારથી પણ હલી જવાય છે ને ? માટે જ આજથી જે તમને ગમતી હોય એવી પ્રવૃત્તિઓમાં જોડાજો, જીવનમાં નવા ધ્યેય બનાવજો. આ સમય આવશે જ અઘરો પણ લાગશે,આંખ પણ ભીની કરશે છતા તમે આગળ વધી શકશો.
મારી પાસે મારો કાગળ અને પેન છે. જે મને મજબૂત રાખે છે. સમય છે તો શોધી લો તમારી પાસે શું હશે જે તમને મજબૂત રાખશે.
Thank you.
થોડું અઘરું છે પણ આજ હકીકત છે – Audio Version
મારી કવિતાનું સર્વસ્વ ગણી લીધું છે તને
લાવ શબ્દોમાં પણ પ્રેમ કરી લઉં તનેનસીબથી મળ્યો છે તારા જેવો સાથી
હંમેશ માટે હૃદયમાં છુપાવી લઉં તનેઆજકાલ થોડો ઢીલો થઈ જાય છે
બેસ મારી પાસે થોડી હિમંત આપી દઉં તનેદરેક પળો આજકાલની બંને માટે અઘરી છે
હાથમાં હાથ આપી દે સંભાળી લઉં તનેદીકરીને તો વળાવવી જ પડશે જાનુ
ચલ દિલ ખોલીને હવે રડી લઈએ બંને
સંભાળી લઉં તને – Audio Version
ભારોભાર ખુશી ને થોડું દુ:ખ
એ આપીને ગયો,ખબર જ ના રહી
આ સમય કેટલો ભાગીને ગયો,સપનાઓ થોડા અધૂરા તો
ઘણા પૂરા કરીને ગયો,જૂના છૂટ્યા જયાં
નવાને મળાવીને ગયો,મંઝિલ કેટલીય દૂર લાગી
પણ રસ્તો એ બતાવી ગયો,પ્રેમના સંબંધોને ઘણા
મજબૂત બનાવીને ગયો,સૂર્યની કિરણોથી સવારને
અજવાળાથી ભરીને ગયો,ને અંધારા ને કેમ કરી માણવું
એ શીખવાડી ને ગયો,ઘણા દિલ તૂટ્યા તો
ઘણાને મળાવીને ગયો,સમય એવો જબરદસ્ત ભાગયો
કે આખા વરસની યાદોને ખુદમાં જ સમાવી ગયો.
૨૦૨૨ ઘણું આપી ને ગયો – Audio Version
આજે તારા ફોટાને આલબમ લઈને બેઠી,
બાવીસ વર્ષની જાણે તારી સાથેની યાદો લઈને બેઠી.પાના ફેરવતા મનમાં ખુશી તો,
અચાનક આંખમાં આસૂં લઈને બેઠી.તારી દરેક ઉજવણીઓ જોઈ,
દિલનાં દરિયામાં લાગણીઓના મોજા લઈને બેઠી.કેટલાય ફોટામાં તારી જીદ તો,
કેટલાયમાં તારી નાદાનીઓ લઈને બેઠી.પપાનાં ખભા પર ચઢતા તો,
મને ઘોડો બનાવીને પણ બેઠી.આજ ઘરમાં તારી સાથે દરેક પળોને જીવી,
હવે તને વળાવવાની તૈયારી કરવા બેઠી.છલોછલ છે મન અને આંખો મારી,
કેમ કરીને વળાવીસ એ વિચારોમાં બેઠી.તારા વગર દિવસો કેમ જશે મારા?
હકીકત તો આજ છે એમ કહીને મનને મનાવીને બેઠી.આ સમય આટલો અઘરો કેમ છે?
કેમ તારી મજબૂત ‘મમ્મી’ એકદમ ઢીલી થઇને બેઠી.
યાદોનો આલબમ – Audio Version
મૂંઝવણો તો કેટલીય આવે,
મનને શાંત થતા વાર નથી લાગતી.સમય ભલેને સારો કે ખરાબ હોય,
એને બદલાતા વાર નથી લાગતી.સંબંધોમાં જો ગાંઠ બંધાઈ જશે,
તો એને વેરવિખેર થતા વાર નથી લાગતી.ખુલાસા જો પોતાના સાથે કરી લઈએ,
તો લાગણીઓને મજબૂત થતા વાર નથી લાગતી.કડવા શબ્દો બોલવાથી,
દિલોને દુભાતા વાર નથી લાગતી.નફરત અને ગુસ્સાને છોડી દે દોસ્ત,
ધબકતા હૃદયને બંધ થતા વાર નથી લાગતી.
વાર નથી લાગતી – Audio Version
જીવી રહ્યો છે રૂપાળી જિંદગીછતા વિચાર કંઈક નવો કર્યો,સરળ મજાનું જીવન છોડીઅઘરો માર્ગ પસંદ કર્યો,ફોનમાં રમવાનો સમય હતો નેહાથમાં તે ચરોવળો પકડ્યો,સુંવાળી ચાદર અને પલંગ છોડીસંથારામાં સૂવાનો નિર્ણય કર્યો,ગાડી અને બૂંટ ચંપલનો ત્યાગ કરીઉઘાડા પગે ચાલવાનું પસંદ કર્યું,ઇઝરાયલમાં મોટો થયો છતાસંસ્કારોને તે તારા પકડી રાખ્યા,દિલમાં માન છે તારા માટે હ્રિધાન,તારા પ્રયત્નથી ધન્ય તે આખા પરિવારને … Continue reading ધન્ય છે તને
તમે આવ્યા અમારે આંગણે તો મહેફિલ સજાવી દીઘી, ઇચ્છા તો માત્ર બે સારા શબ્દો ની હતી અને તમે તો કવિતા રચી દીધી, તાળીઓનાં ગળગળાટે આખા રૂમમાં જાણે સૂરોની રેલમ છેલ કરી દીધી, માન એટલું આપ્યું આપે મુજને કે મારા જેવી નાની વ્યકિતને તમે લેખિકા કહી દીધી, વાહ વાહ જ્યારે સાંભળી સભાની તો નીકીની જાનમાં જાન … Continue reading આપની ઋણી
લખવાની આદતે આપ્યું એક લક્ષ્ય મને,નિસ્વાર્થ પ્રેમ થયો કાગળ અને પેન સાથે મને,મળી મનની શાંતિ ને અંતરનો આનંદ મને,બંધ આંખે જોયા જે સપના, ખુલ્લી આંખે વળગ્યા મને,કવિતા ભલે મારી પણ આપ સૌએ શબ્દો આપ્યા મને,ગદગદ હૈયું મારુ ઊંડાણથી માત્ર આભાર છે તમને,હાથમાં છે “નીકીની કવિતા” તો ખુશીનાં આંસુ આવ્યા પાંપણે,દિલમાં ઉભરાયો ઉલ્લાસ ગજબનો,કેવી રીતે વ્યક્ત … Continue reading નીકીના દિલનો હાલ
દુનિયામાં ભેદભાવ ના હોય તો સારું બસ આ કારણ વગરની દેખાદેખીના હોય તો સારું બધાં હંમેશા પ્રેમથી જ બોલે તો સારું લોકો શું કહેશે એની ચિંતા ના કરીએ તો સારું આપણે શું કરવું છે એના પર ધ્યાન આપીએ તો સારું બીજા પર આરોપો મૂકવા કરતા ચૂપ રહી જઈએ તો સારું મનુષ્યથી ભૂલ થવાની એ ખામીઓને … Continue reading થોડું જતુ કરીએ તો સારું
આપણી યાદોને તાજી કરી લેજે, મન ભરાઈ જાય તો થોડું રડી લેજે, થોડીવાર બેસીને મારી ચૂપી સમજી લેજે, જતા જતા બસ મને વળગી લેજે. નવ મહિનાના સારા અને ભારે દિવસો, વજન કાંટા પર વધતા નંબરો, થોડીવાર બેસીને ગણી લેજે, જતા જતા બસ મને વળગી લેજે. દરેક જન્મદિવસ પર તારી ચાર-ચાર પારટીઓ, રોજ રોજની મારી એ … Continue reading જતા જતા મને વળગી લેજે
દિવસ ટૂંકો ને રાત લાંબી થાય તો સારું ઘણી થાકી જાઉં છુ હવે ઊંઘ આવી જાય તો સારું મનમાં ચાલતા તોફાનો ઓછા થાય તો સારું પ્રશ્નોથી વેરવિખેર માળા હવે ગૂંથાઈ જાય તો સારું ભૂલી જવાઈ છે વાતો થોડું યાદ રહી જાય તો સારું ખૂબ ભાગે છે મગજ હવે શાંત થાય તો સારું ઘણી હોંશ અને … Continue reading થાય તો સારું
તને મન ભરીને મળવું છે, સામે જ બેઠા છીએ છતાં કહું છું તને મન ભરીને મળવું છે. એકબીજાને થોડું સમજવું છે, મળીને ઘણું બધુ કહેવું છે. વિચારોમાં વાતો કરતાં હવે અટકવું છે, દિલ ખોલીને તને મળવું છે. મનનું મનમાં રહી ગયું , હવે મન ભરીને રડવું છે. સંભાળી લે અને સાંભળી લે, તને વળગીને બસ … Continue reading તને મળવું છે
આજે એક અક્સમાત બન્યો, અને હું થોડી સ્તબ્ધ થઇ ગઈ. શબ્દોની મારામારી એવી બની, ને સંબંધો સાથે અથડાઈ ગઈ. દિલ અને દિમાગ સામે, લડતા લડતા હું ડગમગાઈ ગઈ. અકળામણ જયારે પોતાના સાથે બની, ક્ષણભર માટે હું બસ ભાગી ગઈ. રસ્તો પકડ્યો મેં જ્યારે ક્ષમતાનો, ખુદમાં જ થોડી અલોપ થઇ ગઈ. મન થયું મારું શાંત અને … Continue reading મૌન
આજકાલ થોડું ભૂલી જાઉં છું, તો કહી દે છે ઉંમર થઈ ગઈ. રંગ બદલાઈ જાય છે વાળનો, હસતા હસતા કહી દે છે ઉંમર થઈ ગઈ. થોડો જો દુખાવો કસે થાય, હું જાતે જ કહી દઉં છું ઉંમર થઈ ગઈ. આંખો પર ચશ્મા દેખતા જ, બોલાઈ જાય છે ઉંમર થઈ ગઈ. ચાલતા ચાલતા ક્યારેક પાછળ રહી જાઉં છું, બેસીને જાતે જ કહી દઉં છું ઉંમર થઈ ગઈ. મારી સાથે રોજ કંઈક આવું થાય છે, શું સાચે મારી ઉંમર થઈ ગઈ? જીવનને મજાથી જીવું છું, ભલે ને પછી ઉંમર થઈ ગઈ. 😊 The Audio Version of ‘ઉંમર થઈ ગઈ’
તું છે મારી સાથે જીવનમાં, એટલે જીવવાનાં મજા છે દોસ્ત. વિશ્વાસની જ્યારે પણ વાત થાય, તો તું યાદ આવે મને દોસ્ત. અડધી રાતે પણ કામ પડે, હંમેશા તું ત્યાં જ દેખાય દોસ્ત. તારી સાથે બેસું અને કાંઈ ના બોલું , તો પણ સમજે તું મને દોસ્ત. હસતા હસતા જે ઝરે અશ્રુ તારા, લાગણીઓ તારી બોલી … Continue reading ગાઢ મિત્રતા
આ સફર જિંદગીનો સરળ નથી હોતો. ક્યારેક તું સાચી ક્યારેક હું સાચો, આ સમજીને રહીએ તો એટલો અઘરો નથી હોતો. થોડું તું જતુ કરજે થોડું હું જતુ કરીશ, આમ મળીને રહીએ તો એટલો અઘરો નથી હોતો. તારી ખુશીમાં મારી ખુશી જો એ જ રાખીએ નિયમ, આમ હસીને જીવશુ તો એટલો અધરો નથી હોતો. ક્યારેક તું … Continue reading સફર જિંદગીનો
શબ્દો ઘટી પડયા આજે, તારા પરિચય માટે મારા દોસ્ત. કેમ કરીને કહું તને, મારા માટે કેટલો ખાસ છે તું દોસ્ત. કશે પણ અટવાઈ જ્યારે, પડછાયો બનીને ઊભો હોય છે તું દોસ્ત. ભૂલી જાઉં તારો જન્મદિવસ, તો પણ કેટલો શાંત હોય છે તું દોસ્ત. એક વસ્તુ મને વારંવાર શિખવાડે, ગજબની સમતા તારામાં છે દોસ્ત. થાકીને અકળાઈ … Continue reading તારા જેવો દોસ્ત
દિલ તોડે ને દુઃખી કરે, પોતાનાથી જે દૂર કરે. મનની શાંતિ લઈ લે, ને વળી ગજબના ખેલ ખેલે. ઘણીવાર ઝઘડા કરાવી દે, ને જબરદસ્ત અકળાવી દે. કહેવાય છે ‘ અપેક્ષા’ એને, ક્યારેક ઘણાને રડાવી દે. એવું તો શું છે આ શબ્દમાં? જે સંબંધોને હલાવી દે. The Audio Version of ‘અપેક્ષા’
સાથે મળીને રમતાતા, ને માોજ મસ્તી ગાંડા જેવી કરતાતા.રસ્તા પરને ગલી ખૂંચામા, કાયનેટીક પર ફરતાતા. સ્કૂલમાંથી ટીચર બોલાવેતો, મમમી મને કહેતાતા. મિત્રો સાથે મળી રોજ, ખૂબ ધમાલ કરતાતા. જીદ તમારી એટલી મીઠી, સૌ એને પૂરી કરતાતા. ગુસ્સો કરે કોઈજો તમને, ખડખડાટ હસતાતા. એ જ ખાસિયત તમારી, સૌના દિલને જીતતાતા. હંમેશાથી જ તે, મમમીની લાડકા કહેવાતાતા. … Continue reading દિલ ખોલીને જે જીવે
તારા પગલા પડ્યાને જીંદગી બદલાઈ ગઈ, અમારા જીવનમાં હંમેશ માટે ખુશી છવાઈ ગઈ. કાલીઘેલી વાતો તારી સમજણથી ભરાઇ ગઈ, સૌના દિલમાં ઘર કરી તું હંમેશ માટે સમાઈ ગઈ. વાતવાતમાં અકળાવાની આદત તારી પપ્પા ને ગમતી ગઈ, લોકો સમજે કેના સમાજે આ લાગણી મને સમજાઈ ગઈ. મારા જીવનનો સાથીદાર અને રાઝદાર તું બની ગઈ, ખાસ મિત્ર … Continue reading જીંદગી બદલાઈ ગઈ
નવી એક દુનિયા મારી, એમા તું મળી ગઈ. એકલી હતી ને, તું સાથ આપી ગઈ. પહેલી જ વારમાં તું , દિલમાં દસતક કરી ગઈ. તારી વાતોથી રોજ, મનને ઠંડક મળી ગઈ. બધી ચિંતાઓને મારી, તું પ્રેમથી સાંભળતી ગઈ. ખોવાઈ જતી ક્યાંક તો, મારો રસ્તો બની ગઈ. લાગણી આપીને એવી, અતૂટ વિશ્વાસ કરાવી ગઈ. એકલી નથી … Continue reading ખાસ બની ગઈ
નાનકડી આ જિંદગી છે.. બધી વાતમાં ખુશ રહો. કોઈ નારાજ થઈ જાય તમારાથી… દિલથી માફી માંગીને ખુશ રહો. આપણું જ કોઈ જો દૂર જતુ રહે… એની યાદોમાં ખુશ રહો. મિત્રજો બીજા દેશમાં હોય, એની સાથે વાતો કરીને ખુશ રહો. વાદવિવાદ થઈ જાય પોતાના જ સાથે…. થોડુ જતું કરીને ખુશ રહો. કાલ કોણે જોઈ છે… બધુ … Continue reading ખુશ રહો
તારા જેવી સખી અને બેન સૌને મળે, ચાહે તને સૌ બસ એ જ દુઆ મળે.સમજશક્તિ જે છે તારામાં, મનથી કહું છું એવી જ મને મળે. દિલોને તું હંમેશા જીતતી જાય, ને ડગલે ને પગલે દરેક ખુશી તને મળે. તારી જેમ બધાને પ્રેમ કરવો, બસ થોડી સમજ સૌને મળે. દુઃખો આવે તો પણ મુખ પર હાસ્ય … Continue reading દીકરી તારા જેવી મળે
આગલા જન્મના સંબંધો, આ ધરતી પર મળી જાય. નામથી શું લેવા દેવા, જે મળવાનાં હોય એ ક્યાંય પણ મળી જાય. હરતા ફરતા જે હંમેશા સાથે, એકબીજા ને સુખ દુ:ખની વાતો કરી જાય. કેવી ગજબની છે આ માસૂમ લાગણી, જે અમ જેવાને ગમી જાય. પરિવારની કોઈ વ્યકિત, નસીબ હોય તો જ મિત્ર બની જાય. સંબંઘો આવા … Continue reading માસૂમ લાગણી
દરેક વસ્તુમાં ‘હા’ પાડવી, નથી ગમતી હવે. સૌને સમજવામાં, ખોવાઈ નથી જવું હવે. તારી ખુશીમાં મારી ખુશી, નથી કહેવું હવે. લોકો માટે દુ:ખી, નથી થવું હવે. બધાને ગમે છે માટે, નથી ગમાડવુ હવે. અજવાળા આપીને અંધારામાં, નથી રહેવું હવે. મનને મારા કોઈના પણ માટે, નથી અકળાવું હવે. સાંભળીને બધાની વાતો, નથી ચૂપ રહેવું હવે. ખૂબ … Continue reading નથી સમજવું હવે
બધું જ હોવા છતા, સાદાઇથી જે જીવે છે. કોઈને પણ કદી ના ન પાડતા, ખુદ કરકસરથી જીવે છે. ના તારું કે ના મારું, હંમેશા જે આપણું જ કહે છે. મોઢું જોઈને કોઈનું પણ, કીધા વગરની વાત જે સમજી જાય છે. જીવમાં જેની માત્ર આપવાની ભાવના, એવી ભારોભાર ઉદારતા જે ધરાવે છે. થાક ભલેને કેટલો પણ … Continue reading પરિવાર માટે જે જીવે છે
સરળ ને મજાનું છે આ જીવન, શાના માટે અઘરું બનાવે છે? બેમતલબની વાતોમાં તું, ખુદને શાને ગુમાવે છે? દેખાદેખીથી ભરેલી છે આ દુનિયા, તારી ઉંઘ કેમ બગાડે છે? ઈર્ષા તો ખુબ કરશે લોકો, ખુદ ને આમ કેમ ફસાવે છે? સાથે કઈ લઇને નથી જવાનું, એની પાછળ આમ કેમ ભાગે છે? શાંત રીતે એક વાત વિચારી … Continue reading મોજ કરીને બસ જીવી લે
કેમ એ મને એકલો લાગતો? પ્રેમ લાગણી થી ભર્યો ભર્યો, નિસ્વાર્થ ભાવે સૌને સાચવતો. ખુબ ઓછા મિત્રો એ રાખતો, જિંદગીને પોતાની રીતે એ માણતો. દિવસ રાત ખુબ મહેનત કરતો, સૌને દિલમાં વસાવી ખુશ રહેતો. ઓછું બોલી ને ઘણું સમજતો, પોતાની મસ્તી માં રચ્યો મચ્યો , દિલ ખોલી વ્હાલ વરસાવતો. અપેક્ષા વગર ની જિંદગી એની, બસ … Continue reading ખુશ રહેવાની કળા
મનમાં મલકાઈ ને ખડખડાટ હસતા,
ખુબ ચાહું છું તને બસ એમ કહીશ.
જીવનસાથી ને મિત્ર બંને તું મારામાટે,
હંમેશા મને સમજે છે એમ કહીશ.
ગુસ્સો ભલે ક્યારેક વધારે હોય,
પણ તારા પ્રેમ ના તોલે કંઈજ નથી એમ કહીશ.
અકળામણ દરેક સંબંધોમાં થોડી થવાની,
મનાવવાની કળા તારી ગજબની છે એમ કહીશ.
ગાંડી ઘેલી છે આ નીકી તારી,
મારા ગાંડપણ ને તુજ ઝીલી શકે એમ કહીશ.
ભલે કેટલા પણ કામમાં વ્યસ્ત હોય,
મારા માટે સમય હંમેશા હોય એમ કહીશ.
હાથ ની રેખાઓ ભલે ને તારી ગાઢ છે,
નસીબદાર તો હું જ છું એમ કહીશ.
લગ્ન ને ભલે કેટલા વર્ષો વીત્યા,
સૌને લાગે છે નવા પરણેલા એમ કહીશ.
The Audio Version of ‘નસીબદાર તો હું જ છું’
http://nikkinikavita.com/wp-content/uploads/2022/02/179.-NikkiNiKavita_Nasibdaar-To-Hu-J-Chu-AUDIO.m4a
દિલને સમજાવું અઘરૂં થતું જાય, જયાં તારી યાદ મારી આંખને ભીની કરી જાય.
લખવાની આદત કોણ જાણે કેમ છૂટતી જાય, જયાં નજર સામે તું આવે તો કવિતા બની જાય.
કાશ ખોલીને મન થોડી વાત થઈ જાય, જયાં સામે આવે તો કેમ ચૂપી છવાઈ જાય.
અંધારામાં બેઠી હોઉં તારી આહટ આવી જાય, આવું સપનું મારા મનને ખૂબ રડાવી જાય.
ખોટું આમ દરેક વાતે લાગી ગુસ્સો કેમ આવી જાય,
લાગણી એટલી પણ ખોટી નથી કે તું ના સમજી જાય.
*The Audio Version of ‘તારી યાદ’*
http://nikkinikavita.com/wp-content/uploads/2022/01/178.-NikkiNiKavita_Tari-Yaad-AUDIO.m4a
કોઈના માટે સરળ
પણ મારા માટે અઘરું,
નવી જગ્યા અપનાવવી
એને ગમાડવી આટલી અઘરી કેમ?
મિત્રો તો ઘણા બની જાય
પણ જૂના વારંવાર યાદ આવે તો મનને મનાવવું કેમ??
મજાની મહેફિલો રોજ જામે
અને આમ એકલું લાગે તો જાહેરમાં રડવું કેમ?
આમ તો મજબૂત છું
છતા વારંવાર દિલ ઢીલું થઈ જાય તો એને વાળવું કેમ?
ભૂલવું છે તને એવું નથી કહેતી
પણ તારી યાદ દુખી કરી જાય તો રોજ હસવું કેમ?
The Audio Version of ‘અઘરું કેમ?’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/12/177.-NikkiNiKavita_Agharu-Kem-AUDIO.m4a
હું તારી ને તારી જ રહીશ,
શંકા કરશે તો હારી જઈશ.
સમજમાં તારી કે મારી,
ક્યાંક તો થોડી ગડબડ થઈ ગઈ.
આમ જો ચૂપ રહેશે તો ગાંડી થઇ જઈશ.
ખુલાસા કરવા પડે,
તો સંબંધમાં કચાશ રહી ગઈ.
વિશ્વાસની ડોર નાજુક છે,
તૂટી તો વેરવિખેર થઈ જઈશ.
ગેરસમજણથી કંઈ મળતું નથી,
લાગણી ને સમજતા મન દગો દઈ ગઈ.
મારામાં હું તને જીવું છું,
છૂટી તારાથી તો ખુદને જ ખોઈ દઈશ.
The Audio Version of ‘વિશ્વાસ ની ડોર’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/12/176.-NikkiNiKavita_Vishwas-Ni-Dor-AUDIO.m4a
આગળ-પાછળ મારી હંમેશા તું,
મને રમતો દેખાય.
રક્ષા જેવી કરે તું મારી,
કોઈપણ નજીક આવતા ગભરાય.
આંખો બંધ કરું તો પણ,
તારો ચહેરો મને દેખાય.
સુંવાળો સફેદ સ્પર્શ,
મારા મનને મોહાય.
થોડો સમય પણ દૂર થાઉં,
તું કેટલો ઉદાસ દેખાય.
શબ્દો નથી તારી પાસે,
છતાં પ્રેમ તારો સમજાય.
તારી ચહેલ-પહેલથી,
મારુ ઘર હંમેશા મહેકાય.
રહેવુ પડે તારા વગર જ્યારે,
તારી વ્યથા મને સમજાય.
ભીની પાંપણ પાછળ,
તારી કમી મને વર્તાય.
કેટલી પણ ભલે દૂર હોઉં,
‘માઇલ્સ’, તું મને મારા માં દેખાય.
એક વાત પાકી છે,
તારી જેમ પ્રેમ કરતા,
બધાને જ શીખાય.
The Audio Version of ‘તું મને મારામાં દેખાય’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/08/175.-NikkiNiKavita_Tu-Mane-Marama-Dekhaay-AUDIO.m4a
જ્યારે પણ મળું તું મને મારો લાગે! કાળજામાં પડે એવી ઠંડક તું લાગે, દરેક વાતો તારી મને વહાલી લાગે, જ્યારે પણ મળું તું મને મારો લાગે! મહેફિલોમાં તું મળતાવડો લાગે, સ્વભાવથી આમ તું શાંત લાગે, જ્યારે પણ મળું તું મને મારો લાગે! એની તકલીફો તને તારી લાગે, એની દરેક ખુશીમાં તારી ખુશી લાગે, જ્યારે પણ મળું તું મને મારો લાગે! એના ચહેરા પર છલકાતું સ્મિત તું લાગે, સૌને સાથે રાખે એવો સમજદાર તું લાગે, જ્યારે પણ મળું તું મને મારો લાગે! રિશનાં રંગમાં રંગાયેલી પ્રીત લાગે, હવે અમારા પરિવારનો ધબકાર તું લાગે,
જ્યારે પણ મળીએ તને તું અમારો લાગે!
The Audio Version of ‘તું મને મારો લાગે!’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/08/174.-NikkiNiKavita_Tu-Mane-Maro-Lage-AUDIO.m4a
મહેફિલો મેં ઘણી માણી,
ને ભીડમાં પણ ઝૂમી ને નાચી,
એકલતા હવે લાગે છે વ્હાલી!
ભરી ભરીને થાકી થોડી,
જાણે સમજી ગઈ છું અંદરની વાણી,
એકલતા હવે લાગે છે વ્હાલી!
તને માની તારી દરેક વાતો ને માની,
લાગે છે ક્યારેક મારી તો ક્યારેક અજાણી,
એકલતા હવે લાગે મને છે વ્હાલી!
તણખો ઊડ્યો ને આગ લાગી,
સૌ સંબંધમાં છે આજ કહાની,
માટે જ એકલતા હવે લાગે છે મને વ્હાલી!
નથી તારો દોષ કે નથી મારો,
સૌએ હંમેશા પોતાની ચલાવી,
એકલતા હવે લાગે છે વ્હાલી!
The Audio Version of ‘એકલતા લાગે છે વ્હાલી!’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/08/173.-Ekalata-Lage-Che-Vahali-AUDIO.m4a
નથી જન્મ તારા હાથમાં,
કે કયાં છે મરણ તારા હાથમાં.
જિંદગીને કેમ જીવવી,
માત્ર છે તારા હાથમાં.
લખીલે બે ચાર સારા શબ્દો,
જે રહી જશે તારી યાદમાં.
ભરી ભરીને કેટલું ભરીશ,
તારા આ નાનકડા હાથમાં.
પળમાં છોડી દેશે તને શ્વાસ તારા,
શાને રહે છે તું આટલા તાનમાં.
જગ્યા કરીલે થોડી સૌના દિલમાં,
એ ચોક્કસ થી છે તારા જ હાથમાં.
The Audio Version of ‘જિંદગીને કેમ જીવવી’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/07/172.-Jindagi-Kem-Jivavi-AUDIO.m4a
અચાનક એક પંખી ઊડી ગયું ,
ને હૃદયનાં ધબકાર વધી ગયા.
ગમતું કોઈ જતું રહ્યું ,
જાણે દુ:ખનાં પહાડ તૂટી પડ્યાં .
રાતે સૂતા ત્યારે કયાં ખબર હતી,
સવાર કંઈ આવી ભયંકર હશે?
એક જ પળમાં જાણે,
દુનિયા એની વેરવિખેર કરી જશે.
સવારે જેનું મુખ જોઈને ઊઠતા ,
આમ અચાનક અદ્રશ્ય થઈ જશે?
જીવ જેને માનતા હોઈએ,
એના વગર જીવન કેવું થઈ જતુ હશે?
આઘાત તારો છે આજે,
છતાં સૌના જીવને કેરી ખાતો હશે.
The Audio Version of ‘આઘાત’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/06/171.-NikkiNiKavita_Aaghat-AUDIO.m4a
તું હંમેશા મને હિંમત આપે રસ્તો ના મળે તો માર્ગદર્શન કરાવે ઢીલી પડુ ત્યાં જ સાર્થક બંને વિશ્વાસ મારો કદીના તોડે રક્ષા મારી પળ પળ તું કરે નથી સમય એવો વિતાવતી , છતાં તું હંમેશા મને સાથે જ લાગે. લાયક નથી તારા સ્નેહની , વહાલ તારો તો પણ વરસાવે. આજીજી હવે એક જ છે તને ભૂલથી છૂટી જાય હાથ તારો,
થામીને રાખજે તારી પાસે મને.
The Audio Version of ‘થામીને રાખજે’
http://nikkinikavita.com/wp-content/uploads/2021/05/170.-NikkiNiKavita_Thamine-Rakhaje-AUDIO.m4a